પલસાણા ગ્રામ પંચાયત - તાજા સમાચાર

Palsana Gram Panchayat - Latest News & Updates

Latest News

ગર્વની વાત છે કે આપણી પલસાણા ગ્રામ પંચાયત દેશભરમાં ઇ-ગવર્નન્સના ક્ષેત્રમાં ત્રીજા ક્રમે અને રાજ્યમાં પ્રથમ ક્રમે પસંદગી પામેલી છે.

આ સિદ્ધિ ન કેવલ પલસાણાનું ગૌરવ છે, પણ સમગ્ર રાજ્ય માટે પ્રેરણાસ્ત્રોત છે.

ઠરાવ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો...

ગામ વિશે

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મુખ્ય મથક પલસાણા અનાવિકોનું શિરોમણી ગામ છે. ગાયકવાડી શાસનમાં એનું મહત્વનું યોગદાન છે.અનાવિલો જેને પેઢીના ગામ માને છે. તેમાં પલસાણાનું સ્થાન છે. પલસાણનું નામ ઐતિહાસિક દ્રષ્ટિ એવી લોક વાયકા છે કે મૂળ અનાવિલના બે ભાઈએ જેમાં એકનું નામ પાલ અને શાણાના નમાંકિત નામથી ગામનું નામ પડ્યું હોવાનું કહેવાય છે. પહેલા પાલ શાણા હતું બાદમાં અપભ્રશ થતા ગામનું નામ પલસાણા પડ્યું. મોટાભાઈએ જ્યાં નિવાસ ક્યૉ એ ચોવીસી ફળિયું અને નાના ભાઈએ જ્યાં નિવાસ ક્યૉ એ બાવીસી ફળિયું આજે પણ એ ફળિયા એજ નામથી ઓળખાય છે. બીજા બધા ગામો કરતાં જુદી જાત પાડતા ગામ વિશિષ્ટ એ રીતે છે કે ગામના પાણીના સેન્સ ઓફ હયુમર છે.

પલસાણા ૮૫૦ વષૅ પૂવૅ વસ્યું હતું

આ અંગે માહિતી આપતા ગામના વડીલો જણાવે છે કે અસલ ગામ આશરે ૮૫૦ વષૅથી વસ્યું છે. જેનો ઈતિહાસ ગુજરાતના રાજા સિધ્ધ્રરાજ જ્યસિંહના સમયગાળાથી શરૂ થતો હોવાનું ચચૉઈ છે. સંવત ૧૧૫૨ના વષૅમાં અનાવલ નગરમાં ૪૦૦ ઉપંરાત કન્યાઓના લગ્ન સમાંરભ સમયે ભીલોના સરદાર વાંસીયાભીલે આક્રમણ કરતાં અનાવિલોમાં હાહાકાર મચી ગયો અને અચાનક યુધ્ધના કારણે અનાવિલોનો પરાજય થયા અને અનાવિલોના સેનાપતિ સમધરવશીએ પરાજય બાદ તેમણે સોંલકી નરેશ રાજા સિધ્ધરાજા જયસિંહ તથા માતા મીનળદેવી ઓલપાડ તાલુકાના સરસ ગામે આવ્યા હતા.

ત્યાં સેનાપતિએ રૂબરૂ મળી હકીકત જણાવતા વાત સાંભળી દુ:ખી થયેલા રાજા સિધ્ધરાજા જયસિંહ સમધર વશીને વાંસીયા ભીલને હરાવવા ૨૧૦૦૦થી વધુ રાજ સૈન્ય મંગાવી વાંસીયા ભીલ પર આક્રમાણ કરી પ્રદેશને જીતી લીધા બાદ વીરમદેવ સોંલકીને વાંસદાની ગાદી પર બેસાડી સમધર વશીએ વીરમદેવને રાજતિલક કયુ હતું ત્યારબાદ સમધર વશી અનાવલ વાંસદાનો પ્રદેશ છોડી ચલથાણ નજીક આવ્યા હતા તે સમયે પલસાણા ગામ ન હતું.

સમધર વશીએ ગામ વસાવી પોતાના બંને દીકરા પાલ અને શાણાના નામ પરથી ગામનું નામ પલસાણા પડ્યું હતું ત્યારથી પલસાણા ગામ અસ્તિવમાં આવેલું.. ઔધોગિક વસાહતના કારણે પરપ્રાંતીયો આવવા વસતિ વધી છે. હવે ધીરેધીરે ઐધોગિક એકમો ઉપરાંત તાલુકા મથક હોવાના કારણે ગામની વસ્તી વધી રહી છે. આજે પલસાણામા અનાવિલ, પટેલ સમાજ, આહિર સમાજ, પ્રજપતિ સમાજ, હદ્પતિ સમાજ તેમજ અન્ય ગ્નાતિનો વસવાટ પણ થઈ રહયો છે. હાલમાં ગામની વસ્તી ૧૦૯૪૫ હોવાનું જાણવા મળ્યું છે. View more

પ્રવિણભાઈ પરસોતમભાઈ આહીર

સરપંચશ્રી

પરેશકુમાર હસમુખભાઈ મૈસુરીયા

ઉપસરપંચશ્રી