વતન કરે છે યાદ...તમને
વતન પાડે છે સાદ,
સરકાર તમારી સાથે છે ને,
જોઈએ છે તમારો સાથ..
ગુજરાતીઓ સમગ્ર દેશ અને દુનિયામાં વસે છે, ત્યારે વતનના સંભારણા અને વતન પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં સદાય જીવંત હોય છે. વતન માટે કંઇક કરી છૂટવાની તમન્ના તેમના દિલમાં કાયમ રહે છે. આવા વતન પ્રેમી ગુજરાતીઓ પોતાના વતનમાં મોટા પ્રમાણમાં દાન આપે છે. વતન પ્રેમી દાતાઓના વતનપ્રેમ વતન સેવા સુધી લઇ જવા વતન પ્રેમીઓને જન્મભુમિ માતૃભુમિનું ઋણ ચુકવવાની ઉત્તમ તક આપવા જનહિત વિકાસ કાર્યોમાં જન ભાગીદારીનું સૌથી મોટુ અભિયાન એટલે “વતન પ્રેમ યોજના”
ગુજરાતનાં ગામડાઓના સર્વાંગી વિકાસના કર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પડવી.
વતનપ્રેમીને વતનસેવા સુધી લઈ જવો.
વતનપ્રેમીઓના જન્મભૂમિના, માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક આપવી.
આત્મનિર્ભર બનવું.
સરકાર-દાતાઓ-ગામનાં લોકો વચ્ચે જનકલ્યાણ-વિકાસનો ત્રિવેણી સંગમ.