શિક્ષણ સંબંધી સુવિધા

  • પલસાણા ગામમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઇ કોલેજ સુધીનુ શિક્ષણ છે.
  • પલસાણા ગામમાં કુલ ૭ આંગણવાડી કેન્દ્ર આવેલા છે. આ આંગણવાડી કેન્દ્રોમા બાળકો સંખ્યા કૂલ -૧૯૦ છે. આંગણવાડી બહેનો દ્રારા ૧૦૦% બાળકો નું નામાંકન થયેલ છે. આંગણવાડી કેન્દ્રોમા બાળકોને શૈક્ષણિક સાધનો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા પોષણક્ષમ આહાર આપવામાં આવે છે.
  • પલસાણા ગામમાં સરકારી/ખાનગી મળીને કુલ-૪ પ્રાથમિક શાળાઓ છે. એક માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક હાઇસ્કુલ પણ આવેલ છે. તથા ત્રણ કોલેજ આવેલ છે.
  • સરકારી પ્રાથમિક શાળામાં કુલ - ૪૨૪ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાથી સપન્ન હોય એવા ઓરડાઓ, કોમ્પ્યુટર લેબ, સર્માર્ટ બોર્ડ જેવી સુવિધાઓ છે. શાળામાં પ્રિ-વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ વિવિધ વ્યવસાયોથી પરિચિત થાય છે. તથા જીવનલક્ષી કેળવણી પ્રાપ્ત કરે તે ઉમદા હેતુથી શાળામાં પ્રવર્તિઓ કરવામાં આવ છે. રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ હેઠળ ધો-૬ થી ૮ ની કન્યાઓને સ્વરક્ષણ તાલીમ પણ આપવામાં આવે છે. વિધાર્થીઓ પર્યાવરણ અંગે જાગૃતિ કેળવે તે માટે વૃક્ષારોપણ, કિચન ગાર્ડન, ઔષધ બાગ બનાવવો જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. દરરોજ નિયમિત શાળાએ આવતા બાળકોને પ્રોત્સાહન રૂપી ઇનામ આપી હાજરી નિયમિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ શાળાનો કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ ની સ્પર્ધામાં લગ્ન ગીતમાં રાજયકક્ષાએ પ્રથમ ક્રમ આવેલ છે. પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અન્વયે જળ સરંક્ષણ સંદર્ભ અલગ-અલગ પ્રવૃતિઓ કરવામાં આવે છે.
  • પલસાણા ગામમાં ડી.બી.હાઇસ્કુલ આવેલ છે. જેમા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ આપવામાં આવે છે. જેમાં કુલ મળીને ૧૩૨૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહી ત્રણ કોલેજો આવેલ છે જે પૈકી J H Desai Polytechinic કોલેજ ખાતે કુલ-૨૨૯ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં વિવિધ વિભાગ જેવા કે કોમ્પ્યુટર, મીકેનીકલ, ઇલેકટ્રીકલ વિભાગનું શિક્ષણ મેળવે છે. (૨) Dollyben Desai Institue કોલેજમાં BCA અને B-Com નું શિક્ષણ તથા (૩) S.D. Jain Collage માં B-Com, BCA તથા BBA નું શિક્ષણ આપવામાં આવે છે