DAY NRLM -DRDA

દીન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY- NRLM ) યોજના મુખ્યત્વે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોના સભ્યોને કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવાના એક મહત્વાકાંક્ષી હેતુ સાથે DAY -NRLM ની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં, મુખ્યત્વે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની મહિલાઓને સખીમંડળો/ સ્વસહાય જૂથો સાથે જોડવી.

સખી મંડળો/સ્વસહાયજૂથોની રચના/બચત શરૂ કર્યાના ૩ માસ બાદ જૂથોનું ગ્રેડીંગ કરી તેમને રિવોલ્વીંગ ફંડ આપવું.

તેમજ બેંક સાથે (ઓછામાં ઓછા રૂ! ૧,૫૦,૦૦૦/-) ક્રેડિટ લિંકેજ કરવું. તેમજ ક્રેડિટ લિંકેજ પર 7% વ્યાજ સહાયની રકમ સીધી જ સ્વ સહાય જુથના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

સરકારશ્રીના વિવિધ વિભાગો, બિન સરકારી સંસ્થા તેમજ પ્રાઇવેટ કંપનીઓ સાથે સંકલન કરી જૂથોને કૌશલ્યવર્ધક તાલીમ આપી માર્કેટીંગ જોડાણ કરી કાયમી આજીવિકા સાથે જોડાણ કરવામાં આવે છે.

આ માટે જે તે ગ્રામ્ય સાથે સંલગ્ન તાલુકા પંચાયત માં NRLM વિભાગમાં અરજી કરી યોજના સંપર્ક કરી શકાય છે.

૧) સખી મંડળમાં જોડવા માટે આધાર કાર્ડ

૨) બેંક પાસ બુકની કોપી, રેશન કાર્ડ, અને ફોટો તથા કુટુંબ ની પ્રાથમિક માહિતી જરૂરી છે.

આ માટે જે તે ગ્રામ્ય સાથે સંલગ્ન તાલુકા પંચાયત માં NRLM વિભાગમાં અરજી સાથે અન્ય માહિતી માટે સંપર્ક કરી શકાય છે.