દેશમાં ગ્રામીણ કક્ષાએ કાચા ઘરોમાં વસતા લાભાર્થી ઓને પોતાના સપના નું ઘર મળી શકે તથા પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુર આવાસના લાભાર્થીને પોતા મરજીનું પાકુ મકાન બનાવવા માટે સહાયરૂપે 1,20,000 ની રકમ ડીબીટી ના માધ્યમથી લાભાર્થીને આપવામાં આવે છે.
અરજદાર પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે ગ્રામ પંચાયત કક્ષાએ અરજી કરી શકે છે
૧ આધાર કાર્ડ
૨ મનરેગા અતર્ગત જોબ કાર્ડ
૩ બેંક પાસ બુકની કોપી
૪ રેશન કાર્ડ
૫ કાચા મકાન ની આકરની અને ફોટો તથા કુટુંબ ની પ્રાથમિક માહિતી
૬ આ યોજનાનો લાભ SECC-2011 ના AWASH PLUS સર્વે માં સામેલ હોય તેવા લાભાર્થી લઈ શકે છે