ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના :

આજે આખું વિશ્વ ઝડ૫થી ભૌતિકમાંથી ડિજિટલ સ્‍વરૂ૫માં ૫રિવર્તન પામી રહ્યું છે. મોટા ભાગની દૈનિક કામગીરી કરવાની ૫દ્ઘતિ ઝડ૫થી બદલાઇ રહી છે. માહિતી પ્રૌદ્યોગિકીના ઉ૫યોગથી શિક્ષણથી માંડીને તમામ બેંકિંગ પ્રવૃત્ત‍િ સહિત, નાણાં જમા કરાવવા/ તેની ચુકવણી કરવાની કામગીરી સરળતાથી થઇ રહી છે. માહિતી ડિજિટલ સ્‍વરૂપે વિતરિત થતી હોવાના કારણે કાર્યક્ષમતા, પારદર્શ‍િતા અને ઉત્તરદાયિત્‍વમાં વધારો થયો છે અને સંચાલન ખર્ચમાં ઘણો ધટાડો થયો છે.

ગુજરાતમા ગ્રામ કક્ષાએ ગ્રામપંચાયતોમાં કોમ્‍પ્‍યુટર મારફત ઇ-સેવાઓ આ૫વા આવે છે.

ગ્રામ પંચાયત ખાતે આ૫વામાં આવી રહેલ ઇ કનેકટીવીટીથી ગ્રામ્‍યજનોનું વિશ્વ સાથે જોડાણ થયુ છે.

ઇ-ગ્રામ દ્વારા જન્‍મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, વિધવા હોવા અંગેનુ પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામ્ય), રહેઠાણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિઘ યોજનાઓના ફોર્મસ/અરજી૫ત્રકોની ઉ૫લબ્‍ઘતા કરવામાં આવે છે.

ઇ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્‍યવસ્થિત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી.

ગ્રામ્‍યજનોને જરૂરી માહિતી, પ્રમાણ૫ત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના વિગેરે ઉ૫લબ્‍ઘ કરાવવા.

શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને ૫ણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.

ગ્રામપંચાયત દ્વારા બી.પી.એલ. લાભાર્થીઓને પસંદગી વઘુ પારદર્શક અને નિયમોનુસાર હાથ ધરવી.

મિલ્‍કત આકારણી અને વેરા વસુલાતની કામગીરી સરળ બનાવવી.

પંચાયતી રાજની વિવિધ યોજનાઓનું આયોજન, સમીક્ષા અને અમલીકરણને વઘુ અસરકારક બનાવવું.

ઇન્‍ટરનેટની સુવિધા દ્વારા છેવાડાના ગ્રામજનોને તાલુકા, જીલ્‍લા, રાજય, દેશ તથા વિશ્વ સાથેના જોડાણથી ગ્રામજનોના જીવન ધોરણમાં ૫રિવર્તન અને ગતિશીલતા લાવવી.

ગ્રામ પંચાયત પલસાણા ખાતે ઇ ગ્રામ સેન્ટર દ્વારા આપવામાં આવેલ નાગરિક સેવાઓ:-

સેવાનું નામ ૨૦૨૩-૨૦૨૪ ૨૦૨૪-૨૦૨૫ કુલ
વિધવા હોવા અંગેનુ પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામ્ય)
આવકનો દાખલો આપવા બાબત (ગ્રામ પંચાયત) ૪૧૦ ૩૨૨ ૭૩૨
વ્હાલી દિકરી યોજના ૧૫
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (ગ્રામ પંચાયત) ૨૫ ૧૯ ૪૪
નિરાધાર વ્રુધ્ધો અને દિવ્યાંગો ને આર્થિક સહાય યોજના (ગ્રામ પંચાયત)
રેશનકાર્ડમાં નામ ઉમેરવુ ૧૦૭ ૧૦૪ ૨૧૧
રેશન કાર્ડમાંથી નામ રદ કરવુ ૫૬ ૮૨ ૧૩૮
રેશનકાર્ડમાં સુધારો કરવો ૨૬ ૩૦ ૫૬
હકક પત્રક ગામના નમૂના નાંબર - ૬(ગ્રામ પંચાયત) ૨૯૯૩ ૨૧૯૮ ૫૧૯૧
ગામ નમૂના નંબર - ૭ (ગ્રામ પંચાયત) ૩૨૪૩ ૨૫૭૮ ૫૮૨૧
ગામ નમૂના નંબર - ૮ (ગ્રામ પંચાયત) ૧૮૮૨ ૧૪૫૫ ૩૩૩૭
ગામ નમૂના નંબર -12 (ગ્રામ પંચાયત) ૭૧ ૧૫ ૮૬
કુલ ૮૮૨૨ ૬૮૧૫ ૧૫૬૩૭