આરોગ્ય સંબંધી સુવિધા

  • પલસાણા ગામમાં ૨ આયુષ્માન આરોગ્ય મંદિર (સબ સેન્ટર) આવેલ છે. આ સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા આરોગ્યના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની આરોગ્યને લગતી સેવાઓ જેવી કે NCD સ્ક્રિનિંગ,ANC ,PNC,TL, લેપ્રોસી દર્દીઓની સારવાર ,ટીબી પેસેન્ટ ની સારવાર વિગેરે સેવાઓ આપવામાં આવે છે.દર માસે ૪૦૦ થી વધુ દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ/સુવિધાઓ પ્રાપ્ત થાય છે.
  •  પલસાણા ગામમાં એક સામુહીક આરોગ્ય કેંદ્ર આવેલ છે.જેમાં ANC ક્લીનિક,આયુષ ઓપીડી,ડેન્ટલ ઓપીડી,ફિઝીયો યુનિટ ઓપીડી,જનરલ ઓપીડી જેવા વિભાગો આવેલ છે.જેમાં સબંધિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે.અહીં નોર્મલ પ્રસુતિ તથા સી સેકશન પ્રસુતિ પણ કરવમાં આવે છે.અહી બ્લડ સ્ટોરેજ યુનિટ પણ કાર્યરત છે.અહી બ્લડ ટ્રાન્સફર ને લગતી સુવિધા,લેબોરેટરી ટેસ્ટ,એક્સ-રે જેવી સુવિધા ઉપલબ્ધ છે.અહીં દર માસમાં ૩૦૦૦ જેટલા દર્દીઓ વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ મેળવે છે.