આયુષ્માન ભારત -PMJAY

આયુષ્માન ભારત PM-JAY એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે જેનો ઉદ્દેશ્ય રૂ.૧૦ લાખનું આરોગ્ય કવચ પ્રદાન કરવાનો છે.

ગુજરાતની જાહેર અને ખાનગી હોસ્પિટલોમાં તમામ સારવાર માટે દાખલ થઇ શકે છે.PM-JAY હેઠળ દરેક લાભાર્થીને હોસ્પિટલમાં કેશલેસ સારવાર પ્રદાન કરવામાં આવે છે.

કુટુંબની સભ્ય સંખ્યા, ઉંમર અથવા જાતિ પર કોઈ પ્રતિબંધ નથી.તમામ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી રોગો પ્રથમ દિવસથી આવરી લેવામાં આવી છે.

યોજના હેઠલ પ્રી-હોસ્પિટલાઇઝેશનના 3 દિવસ સુધી અને હોસ્પિટલમાં દાખલ થયા પછીના 15 દિવસના ખર્ચને આવરી લે છે જેમ કે ડાયગ્નોસ્ટિક્સ અને દવાઓ.

અરજદાર પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન પોર્ટલ પરથી,મોબાઈલ એપ દ્વારા તેમજ નજીકના હેલ્થ સેન્ટર પરથી અરજી કરી શકે.

તમામ NFSA લાભાર્થીઓ PMJAY હેઠળ સામેલ છે.

આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત રિપોર્ટર્સ, વૃદ્ધાશ્રમના વૃદ્ધો , આશા બહેનો , બિન સરકારી આધ્યક્ષ, કોરોના યોદ્ધાઓ, કર્મયોગી, ૪ લાખ થી ઓછી આવક ધરાવતા ગુજરાત ના નાગરિકો,BPL લાભાર્થીઓ,PVTG લાભાર્થીઓ, વરિષ્ઠ નાગરિક, પીડિત વગેરે પણ PMJAY અંતર્ગત પાત્રતા ધરાવે છે.