સ્વચ્છ ભારત મિશન -DRDA

સ્વચ્છ ભારત મિશન " અંતર્ગત ગામડાઓને સ્વચ્છ રાખવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા સરકારે એક પહેલ કરી છે. જેની હેઠળ જે લોકોના ઘરમાં શૌચાલય નથી ત્યાં શૌચાલયનું બાંધકામ કરવું. જેના માટે સરકાર 12 હજારની સહાય આપશે. આ યોજનાનો લાભ કોણ મેળવી શકશે અને શું શું ડોક્યુમેન્ટ જરૂરી પડશે.

આ યોજના માં નીચે મુજબ નાં પુરાવોઓ રજુ કરો.

આધારકાર્ડ અને બેંક પાસબુક


આ યોજના માં નીચે મુજબ લાભાર્થીઓ લાભ લઇ શકશે.

૧) વ્યકિતગત લાભાર્થી (બી.પી.એલ હોય અથવા એ.પી.એલ પાંચ કેટેગરી એસ.સી-એસ.ટી)

૨) નાના સીમાંત ખેડૂતો

૩) જમીન વિહોણા

૪) કુટુંબના વડા મહિલા

૫) વિકલાંગ લાભાર્થી


નવી માર્ગદર્શિકા મુજબ વધુમાં વધું ₹ ૩ લાખની નવી સુધારેલ જોગવાઈ છે. રાજ્યમાં ગ્રામ પંચાયતોની જરૂરિયાત અનુસાર સામૂહિક શૌચાલય યુનિટના બાંધકામ કરવામાં આવેલ છે. CSC યુનીટના પ્લાન અંદાજો વિવિધ સ્થળ સ્થિતી મુજબ બદલાઇ શકે છે. (ટાઇપ ડીઝાઈન પણ તૈયાર કરવામાં આવેલ છે.)

પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય અને જ્યાં લાંબાગાળાના ઓ એન્ડ એમ (જાળવણી નિભાવણી) થી સુરક્ષિત હોય.

સામુહિક શૌચાલયના નિર્માણ માટે સ્થળને અગ્રતા આપવી જોઈએ. જેમા એસ.સી./એસ.ટી. લોકોનું વર્ચસ્વ હોય, ગરીબમાં ગરીબ અને અથવા ગામના લોકોને સ્થળાંતરિત શ્રમિકોને ફ્લોટીંગ વસ્તી મુલાકાત લેવા માટે આવતી જતી હોય

સામુહિક શૌચાલયમાં સ્ત્રીઓ અને પુરૂષો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી શકે છે અને તેમાં યોગ્ય સંખ્યામાં શૌચાલયો, બેઠકો, સ્નાન માટે ઓરડી, વોશ બૈશીન અને કપડા ધોવા માટે ઓટલો હોય.

સામુહિક શૌચલયમાં વિકલાંગજનોને સહેલાઈથી પહોંચવામાં સુગમતા હોય તેવા હોવા જોઈએ.

ગામમાં જ્યાં વધુ પડતા લોકોની આવન-જાવન રહેતી હોય જેમાં કે જાહેર સ્થળ અને માર્કેટ તેમજ ગ્રામ પંચાયતમાં વસતા કુટુંબો તે જેને શૌચાલય માટે પુરતી જગ્યા નથી તેવી ગ્રામ પંચાયતોમાં સામુહિક શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

દરેક ગ્રામ પંચાયત (૧) ૫૦૦૦થી ઓછી વસ્તી માટે- ઘન કચરા વ્યવસ્થાપ માટે માથાદીઠ-રૂ.૬૦ (૨) ૫૦૦૦થી વધુ વસ્તી માટે- ઘન કચરા વ્યવસ્થાપ માટે માથાદીઠ-રૂ.૪૫


દરેક ગ્રામ પંચાયત (૧) ૫૦૦૦થી ઓછી વસ્તી માટે- પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટે માથાદીઠ-રૂ.૨૮૦ (૨) ૫૦૦૦થી વધુ વસ્તી માટે- પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટે માથાદીઠ-રૂ.૬૬૦

વધુ વિગતો માટે અહી કલીક કરો...