અધ્યતન ટેકનોલોજી અને ગ્રામીણ પ્રથાઓનું સંકલન કરી ગ્રામજનોના જીવનધોરણની ગુણવત્તા તથા ગામના આર્થિક,સામાજીક અને પર્યાવરણીય મુલ્યોના સંવર્ધન કરવા સતત પ્રયાસરત હોય, સાથે પુરતા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોય તથા ઠરાવના માપદંડો અને શરતો મુજબ સિધ્ધિઓ હાંસલ કરેલ હોય,તેવી ગ્રામપંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી શકાય.
નકકી કરવામાં આવેલ ૧૧ માપદંડો પરીપુર્ણ કરતી ગ્રામપંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી શકાય.
આ જાહેર થયેલ સ્માર્ટ વિલેજને રૂ.૫,૦૦,૦૦૦/-નો પુરસ્કાર/પ્રોતસાહક રકમ આપવામાં આવે છે.