જુદી-જુદી સરકારી યોજનાઓની માહિતી

ક્રમ યોજનાનું નામ યોજનાની ટુંકમાં માહિતી યોજના માટે પાત્રતા અને જરુરી ડોક્યુમેંટ યોજના સંબધિત વેબ સાઇટની લિંક
સ્વચ્છ ભારત મિશન -DRDA વ્યક્તિગત શૌચાલય 12000/- આધારકાર્ડ અને બેંક પાસબુક ૧)વ્યકિતગત લાભાર્થી (બી.પી.એલ હોય અથવા એ.પી.એલ પાંચ કેટેગરી એસ.સી-એસ.ટી), ૨) નાના સીમાંત ખેડૂતો,, ૩) જમીન વિહોણા , ૪)કુટુંબના વડા મહિલા, ૫) વિકલાંગ લાભાર્થી. https://swachhbharatmission.ddws.gov.in/
સ્વચ્છ ભારત મિશન -DRDA સામુહિક શૌચાલય 300000/- (SBM 70%)(15TH FC 30%) ગામમાં જ્યાં વધુ પડતા લોકોની આવન-જાવન રહેતી હોય જેમાં કે જાહેર સ્થળ અને માર્કેટ તેમજ ગ્રામ પંચાયતમાં વસતા કુટુંબો તે જેને શૌચાલય માટે પુરતી જગ્યા નથી તેવી ગ્રામ પંચાયતોમાં સામુહિક શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. https://swachhbharatmission.ddws.gov.in/
સ્વચ્છ ભારત મિશન -DRDA ધન કચરા વ્યવસ્થાપન દરેક ગ્રામ પંચાયત (૧) ૫૦૦૦થી ઓછી વસ્તી માટે- ઘન કચરા વ્યવસ્થાપ માટે માથાદીઠ-રૂ.૬૦ (૨) ૫૦૦૦થી વધુ વસ્તી માટે- ઘન કચરા વ્યવસ્થાપ માટે માથાદીઠ-રૂ.૪૫ https://swachhbharatmission.ddws.gov.in/
સ્વચ્છ ભારત મિશન -DRDA પ્રવાહી કચરા વ્યવસ્થાપન દરેક ગ્રામ પંચાયત (૧) ૫૦૦૦થી ઓછી વસ્તી માટે- પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટે માથાદીઠ-રૂ.૨૮૦ (૨) ૫૦૦૦થી વધુ વસ્તી માટે- પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટે માથાદીઠ-રૂ.૬૬૦ https://swachhbharatmission.ddws.gov.in/
મનરેગા-DRDA ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબોના પુખ્તવયનાં સભ્યો જેનાથી શારીરિક શ્રમથી થઈ શકે અને જેઓ બિનકુશળ કામ કરવા ઈચ્છુક હોય તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકો વધારવા માટે કુટુંબ દીઠ નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસ રોજગારી આપવાનો, ગામમાંથી થતું સ્થળાંતર અટકાવવું, ગામમાં ટકાઉ અસ્કયામતો ઉભી કરવી તેમજ લોકોનું જીવન ધોરણ ઉંચું લાવવું આ યોજનાનો ઉદેશ્ય છે. (૧) ગ્રામ્ય વિસ્તારમાં વસતા બિનકુશળ શ્રમિકો ધરાવતા કુટુંબો (૨) જોબકાર્ડ, આધારકાર્ડ અને બેંક પાસબુક https://nrega.nic.in/
પ્રધાન મંત્રી આવાસ યોજના -DRDA દેશમાં ગ્રામીણ કક્ષાએ કાચા ઘરોમાં વસતા લાભાર્થી ઓને પોતાના સપના નું ઘર મળી શકે તથા પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુર આવાસના લાભાર્થીને પોતા મરજીનું પાકુ મકાન બનાવવા માટે સહાયરૂપે 1,20,000 ની રકમ ડીબીટી ના માધ્યમથી લાભાર્થીને આપવામાં આવે છે. અરજદાર પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે ગ્રામ પંચાયત કક્ષાએ અરજી કરી શકે છે આધાર કાર્ડ, મનરેગા અતર્ગત જોબ કાર્ડ, બેંક પાસ બુકની કોપી, રેશન કાર્ડ, કાચા મકાન ની આકરની અને ફોટો તથા કુટુંબ ની પ્રાથમિક માહિતી. આ યોજનાનો લાભ SECC-2011 ના AWASH PLUS સર્વે માં સામેલ હોય તેવા લાભાર્થી લઈ શકે છે https://pmayg.nic.in/netiayHome/home.aspx
DAY NRLM - DRDA દીન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY- NRLM) યોજના મુખ્યત્વે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોના સભ્યોને કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવાના એક મહત્વાકાંક્ષી હેતુ સાથે DAY -NRLM ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં, મુખ્યત્વે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની મહિલાઓને સખીમંડળો/ સ્વસહાય જૂથો સાથે જોડવી. સખી મંડળો/સ્વસહાયજૂથોની રચના/બચત શરૂ કર્યાના ૩ માસ બાદ જૂથોનું ગ્રેડીંગ કરી તેમને રિવોલ્વીંગ ફંડ આપવું. તેમજ બેંક સાથે (ઓછામાં ઓછા રૂ! ૧,૫૦,૦૦૦/-) ક્રેડિટ લિંકેજ કરવું. તેમજ ક્રેડિટ લિંકેજ પર 7% વ્યાજ સહાયની રકમ સીધી જ સ્વ સહાય જુથના ખાતામાં જમા કરાવવામાં આવે છે. સરકારશ્રીના વિવિધ વિભાગો, બિન સરકારી સંસ્થા તેમજ પ્રાઇવેટ કંપનીઓ સાથે સંકલન કરી જૂથોને કૌશલ્યવર્ધક તાલીમ આપી માર્કેટીંગ જોડાણ કરી કાયમી આજીવિકા સાથે જોડાણ કરવામાં આવે છે. આ માટે જે તે ગ્રામ્ય સાથે સંલગ્ન તાલુકા પંચાયત માં NRLM વિભાગમાં અરજી કરી યોજના સંપર્ક કરી શકાય છે. સખી મંડળમાં જોડવા માટે આધાર કાર્ડ, બેંક પાસ બુકની કોપી, રેશન કાર્ડ, અને ફોટો તથા કુટુંબ ની પ્રાથમિક માહિતી જરૂરી છે. આ માટે જે તે ગ્રામ્ય સાથે સંલગ્ન તાલુકા પંચાયત માં NRLM વિભાગમાં અરજી સાથે અન્ય માહિતી માટે સંપર્ક કરી શકાય છે. https://nrlm.gov.in
તિર્થ ગામ પાવન ગામ-PANCHAYAT રાજયના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વર્ષ, કોમી એખલાસની ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ગામમાં ટંટા-ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામના લોકોના પ્રયાસોને ઉત્તેજન આપવાના હેતુથી તા:૨૧-૭-૦૪ ના ઠરાવથી તીર્થગામ યોજના અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ પસંદ થયેલ પ્રત્યેક તીર્થગામને રૂ.૨,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ) તેમજ પાવન ગામને રૂ.૧,૦૦,૦૦૦/-(અંકે રૂપીયા એક લાખ) પુરસ્કાર આપવામાં આવે છે. (૧) જે ગામમાં છેલ્લાં ૫ વર્ષ દરમ્યાન કોઇપણ ગુન્હો ન નોંધાયેલ હોય તે ગામ તીર્થગામ યોજનાને પાત્ર ઠરે છે. (૨) જે ગામમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કોઇપણ પ્રકારનો ગુનો નોંધાયો ન હોય તે ગામને પાવન ગામ યોજનાને પાત્ર ઠરે છે. (૩) નિયત નમુનાનુ ચેકલીસ્ટ https://panchayat.gujarat.gov.in/gu/tirth-gram-yojna
૧૫ મું નાણા પંચ-VIKAS ૧૫ માં નાણાપંચ અંતર્ગત જિલ્લાને મળનાર કુલ ગ્રાંટ પૈકી ૭૦% ગ્રાંટ ગ્રામ પંચાયતને, ૨૦% તાલુકા પંચાયતને તથા ૧૦% ગ્રાંટ જિલ્લા પંચાયતને ફાળવવાની રહેશે. આ યોજના તળે નવીન,ટકાઉ અને પાકા કામો કરવાના રહે છે. આ યોજના અંતર્ગત હાથ ધરવાનાઅ કામો ગ્રામપંચાયતોએ ગ્રામસભાની બેઠકમાં રજુ કરી,પસંદગીનો નિર્ણય કરીને કામોની અગ્રીમતા નકકી કરીને ઠરાવની બહાલી કરીને તાલુકા વિકાસ અધિકારીશ્રીની બહાલી મેળવવાની રહે છે. આ યોજના અંતર્ગત અનટાઈડ અને ટાઈડ ગ્રાંટમાં નીચે મુજબના કામો લઈ શકાશે. અનટાઈડ ગ્રાંટ ૧.વીજળીકરણના કામો ૨.રસ્તાના કામો ૩.ગ્રામપંચાયત હસ્તકના મકાનોના બાંધકામ અને અપગ્રેડેશન ૪.સી.સી.ટી.વીના માધ્યમથી સીક્યુરીટી સર્વેલન્સ સીસ્ટમ ૫.આંગણવાડી કેંદ્રો તથા ખુટતી સુવિધાના કામો ૬.સોલાર રૂફ ટોપ ૭.પ્રાથમિક આરોગ્ય કેંદ્રો તથા સામુહિક આરોગ્ય કેંદ્રમાં ખુટતી પાયાની સુવિધા ૮.પ્રાથમિક શિક્ષણમાં ખુટતી પાયાની સુવિધા ટાઈડ ગ્રાંટ ૧.ગટર લાઈનના કામો,પીવાના પાણી ૨.આર.ઓ, સોલાર આર.ઓ,વોટર ATM ૩.તળાવ કિનારે વનીકરણ/પ્લાન્ટેશન/ અને બ્યુટીફીકેશન ૪.તળાવના પાણીનું શુધ્ધિકરણ ૫.જાહેર શૌચાલયના કામો ૬.મિશન જળ સંરક્ષણ અભિયાનના કામો https://egramswaraj.gov.in/
પી.એમ.જે.એ.વાય-HEALTH આયુષ્માન ભારત PM-JAY એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે જેનો ઉદ્દેશ્ય રૂ.૧૦ લાખનું આરોગ્ય કવચ પ્રદાન કરવાનો છે.ગુજરાતની જાહેર અને ખાનગી હોસ્પિટલોમાં તમામ સારવાર માટે દાખલ થઇ શકે છે.PM-JAY હેઠળ દરેક લાભાર્થીને હોસ્પિટલમાં કેશલેસ સારવાર પ્રદાન કરવામાં આવે છે. કુટુંબની સભ્ય સંખ્યા, ઉંમર અથવા જાતિ પર કોઈ પ્રતિબંધ નથી.તમામ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી રોગો પ્રથમ દિવસથી આવરી લેવામાં આવી છે.યોજના હેઠલ પ્રી-હોસ્પિટલાઇઝેશનના 3 દિવસ સુધી અને હોસ્પિટલમાં દાખલ થયા પછીના 15 દિવસના ખર્ચને આવરી લે છે જેમ કે ડાયગ્નોસ્ટિક્સ અને દવાઓ. અરજદાર પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન પોર્ટલ પરથી,મોબાઈલ એપ દ્વારા તેમજ નજીકના હેલ્થ સેન્ટર પરથી અરજી કરી શકે. તમામ NFSA લાભાર્થીઓ PMJAY હેઠળ સામેલ છે.આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત રિપોર્ટર્સ, વૃદ્ધાશ્રમના વૃદ્ધો, આશા બહેનો, બિન સરકારી આધ્યક્ષ, કોરોના યોદ્ધાઓ, કર્મયોગી, ૪ લાખ થી ઓછી આવક ધરાવતા ગુજરાત ના નાગરિકો,BPL લાભાર્થીઓ,PVTG લાભાર્થીઓ, વરિષ્ઠ નાગરિક, પીડિત વગેરે પણ PMJAY અંતર્ગત પાત્રતા ધરાવે છે. https://dashboard.pmjay.gov.in/
પી.એમ.કિસાન-KHETI પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડુત ખાતેદારને વાર્ષિક રૂ. ૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે E-KYC, લેન્ડ સીડીંગ અને બેંક ખાતામાં આધાર સીડીંગ અને DBT Enable થયેલ હોવું અનિવાર્ય છે. આધારકાર્ડ અને બેંક પાસબુક જમીનના ઉતારાની નકલ, યોજનાનો લાભ લેવા ખેડુત ખાતેદાર હોવું અનિવાર્ય છે તથા આ યોજનાનો લાભ પતિ, પત્ની અને સગીર વયના સંતાનો પૈકી કોઈ એકને જ લાભ મળવા પાત્ર છે https://pmkisan.gov.in/
વતન પ્રેમ -PANCHAYAT જિલ્લા,રાજ્ય કે દેશ બહાર વસતા કોઇ પણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારશ્રીના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવાની અને દાતાઓને પ્રોત્સાહન આપવાની માદરે વતન યોજના અમલમાં મુકવામાં આવેલ છે. "વતન પ્રેમ યોજના" અંતર્ગત દાતાશ્રી તરફથી મળતા ૬૦ ટકા કે તેથી વધુ દાન અને સંબઘિત વિભાગ મારફત સરકારશ્રીના ૪૦ ટકા કે તેથી ઓછુ મળવાપાત્ર અનુદાન સહિતની કુલ રકમ મળવાપાત્ર છે. https://vatanprem.org
૧૦ સ્માર્ટ વિલેજ -VIKAS અધ્યતન ટેકનોલોજી અને ગ્રામીણ પ્રથાઓનું સંકલન કરી ગ્રામજનોના જીવનધોરણની ગુણવત્તા તથા ગામના આર્થિક,સામાજીક અને પર્યાવરણીય મુલ્યોના સંવર્ધન કરવા સતત પ્રયાસરત હોય, સાથે પુરતા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોય તથા ઠરાવના માપદંડો અને શરતો મુજબ સિધ્ધિઓ હાંસલ કરેલ હોય,તેવી ગ્રામપંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી શકાય. નકકી કરવામાં આવેલ ૧૧ માપદંડો પરીપુર્ણ કરતી ગ્રામપંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી શકાય. આ જાહેર થયેલ સ્માર્ટ વિલેજને રૂ.૫,૦૦,૦૦૦/-નો પુરસ્કાર/પ્રોતસાહક રકમ આપવામાં આવે છે. -
૧૧ પંચવટી યોજના • રાજયની ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટે તથા ગામોમાં સુવિધાયુકતથ બાગ-બગીચાઓનો વિકાસ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં આનંદ-પ્રમોદના સાધનો સહેલાઇથી ઉ૫લબ્ઘ થાય તે છે. • લોકો સમી સાંજે પોતાનો સમય આનંદપૂર્વક વ્યતીત કરી શકે, મહિલાઓ પોતાના બાળકો સાથે શાંતિથી સમય ૫સાર કરી શકે. • ગામની વૃદ્ઘ વ્યકિતઓ આરામથી બેસી સમય ૫સાર કરી શકે તથા ચિંતન કરી શકે તેવા સ્થળનું નિર્માણ કરવાનો હેતુ છે. • પંચવટી યોજના અનુસાર પી૫ર, વડ, હરડે, વેલ, અશોક તથા અનેક ફળાઉં વૃક્ષો વાવવાનાં છે. જેથી પારં૫રિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઇ રહે. • પંચવટી યોજના, ગામની નિશાળ પાસે, ગામમાં આવેલ ગ્રામવન નજીક અથવા જાહેર હેતુ માટે ખુલ્લી રાખેલ જમીનમાં ૧૦૦૦ ચો.મી. અથવા તેથી વઘુ વિસ્તારવાળી સમથળ જમીન ૫ર આકાર લઇ શકશે. https://panchayat.gujarat.gov.in/gu/Panchvati-Yojna